Friday, May 16, 2014

માણસ નો સ્વભાવ અને મગજ નું આર્કિટેક્ચર-ભાગ-બે


મગજ માં રહેલું માનસિક ભૂત
 

(Image source: www.salonemonitor.net)
 એક અકસ્માત મા દર્દીનો એક હાથ કાર માજ રહી જાય છે, પણ તે માનવા જ તૈયાર નથી કે મારે હાથ નથી, દર્દી એ આ કારણ ને લીધે ઘણી વાર આત્મહત્યા કરવા ની પણ કોશિશ કરી હતી.
એક કિસ્સા માં તો એવું થયું કે દર્દી એ ડોક્ટર ને પૂછ્યું કે મારો હાથ ક્યાં છે? તેને કહ્યું કે તે ચેક અપ માટે ગયો છે , તે દર્દી ત્યાં ગયો અને કહ્યું કે મારો હાથ ક્યાં છે? તેને તો pathology વિભાગ માં આપ્યો છે , તે ત્યાં ગયો અને હાથ ની માંગણી કરી , લેબ ના લોકો એ કહ્યું કે અમે તો હાથ જમીન માં દાટી દીધો છે , દર્દી એ જમીન ખોદી ને એ હાથ કાઢ્યો અને તેને બાળી નાખ્યો, તે પછી તેનું દર્દ જતું રહ્યું.
Phanton penis erection , phantom breast , phantom nose આવા પણ અનેક દાખલાઓ છે.

                                                                       *      *     *
(Image source: norbface.deviantart)
શરીર ના અમુક ભાગો જેવાકે હોઠ કે પછી જીભ , એકદમ મોટા કદ ના થઇ ગયા હોઈ એવો ભાસ દર્દી ને થાય છે, તેને sensory Homunculus કહે છે.
મગજ ના દરેક કણ ને શરીર પર પોતાનો એક વિસ્તાર હોઈ છે તેને receptive field કહે છે અને આખ્ખા શરીર નો પ્લાન મગજ ની અંદર રહેલો છે, એટલે કે ડાબા શરીર નો પ્લાન જમણા મગજ માં રહેલો હોઈ છે.
હવે દર્દી ના ગાલ પર આમુક જગ્યા એ અડવાથી તેને તેના હાથ ને અડતા હોઈએ એવું લાગે છે, એટલે કે
(Image source: www.economist)
દરેક ભાગ માટે એક બીજી જગ્યા પણ છે જ્યાંથી તમે તેને ચલાવી શકો છે.
ગરમ પાણી દર્દી ના ગાલ પર નાખવાથી તેને તે ટીપું હાથ પર પડ્યું હોઈ તેવું લાગે છે.
એક દર્દી નો એક પગ અકસ્માત માં કપાઈ ગયો, તે જયારે પણ સેક્સ કરે છે ત્યારે તેને તે કપાયેલા પગ માં સેક્સ નો અનુભવ થાય છે આવું કેમ? કેમ કે પગ અને ગુપ્તાંગ, નિપ્પલ અને કાન આ બધા ની જગ્યા મગજ ના પ્લાન માં એકદમ નજીક નજીક છે.

You never identify yourself with the shadow cast by your body, or with its reflection, or with the body you see in a dream or in your imagination. Therefore you should not identify yourself with this living body, either.
 –Shankara (A.D 788-820) vedic scripters

                                                                       *      *     *
Neurology વિભાગ એકદમ રહસ્યમય છે.
કોફી,  ટેબલ પર છે અને એક હાથ વગર ના દર્દી ને તે લેવા માટે કહેવામાં આવે છે, પણ તે લઇ ન શકતો હોવા થી કોફી ત્યાંથી હટાવી દેવામાં આવે છે , ત્યારે દર્દી ને ખુબજ દુખ થાય છે કેમકે તેનું એવું કેહવું છે કે, તેનો હાથ કોફી ના હેન્ડલ પરજ હતો અને તમે કપ લઇ લીધો.
(Image source: www.youtubeDr. McVay.Dr. McVay)
એક કિસ્સા માં દર્દી ને જે હાથજ નથી તેને છે કે તેને તે હાથ તો છેજ પણ તે હાથ paralyze થઇ ગયો છે આનું શું કરવું?
ડોક્ટર એ એક ડબ્બો લીધો અને તેમાં વચ્ચે ઉભો અરીસો લગાવી ને ડબ્બા માં એક કાણું પડી ને દર્દી ને તેમાં હાથ નાખી ને હાથ હલાવવા કહયુ, આવું કરવાથી દર્દી ને અરીસા માં જોતા એવું લાગ્યું કે મારો જે હાથ paralyze છે તે તો હલતો થઇ ગયો છે અને સારો પણ થઇ ગયો છે.
Pain itself is an illusion.
                                                                       *      *     *
ક્યારેક એવું પણ બને છે કે દર્દી ને પોતાના નખ, જે હાથ કાપી ગયો છે તેમાં વાગતા હોઈ. આવું કઈ રીતે બને ?
હવે જયારે દર્દી ને કોઈ સરવાળો કરવાનું કેહવામાં આવે છે ત્યારે, તે જે હાથ કાપી ગયો છે તેની આંગળીઓ થી ગણી ને જવાબ આપે છે.
એક અકસ્માત પછી Diane નામની દર્દી, કલર અને લોકો ને તેના અવાજ પરથી ઓળખી શકતી પણ તેના ચેહરા પરથી નઈ, અને તે પોતાનો ચેહરો પણ નહોતી ઓળખી શકતી.
આપણે જયારે સીધુ જોઈએ છે ત્યારે  ડાબી બાજુની દુનિયા નો નકશો જમણી બાજુ ના મગજ માં દોરાતો હોઈ છે, જો જમણીબાજુ નું visual cortex કાઢી નાખવામાં આવે તો માણસ આંખ હોવા છતા ડાબી બાજુ થી આંધળો થઇ જાય છે.
                                                                       *      *     *
(Image source: google.com)
હવે એક Swiss સ્ત્રી ને રસ્તો ઓળંગવામાં કે ક્યારે ધીમે ચાલવું તેનો ખ્યાલજ રેહતો નથી કેમકે તેના મગજ નો  motion ભાગજ બગડી ગયો છે.
જયારે દર્દી ના V4 ભાગ માં Bilateral બગડી જાય છે ત્યારે તે કલર ઓળખી શકતો નથી તેની દુનિયા black & white થઇ જાય છે.
(Image source: blogcricketlovers.blogspot)
મગજ માં જુના અને નવા એમ બે રસ્તાઓ કેમ હોઈ છે?
જુના જે રસ્તાઓ હોઈ છે તે આપણને ચેતવણી આપવા નું કામ કરે છે, દા:ત - જયારે કોઈ મોટી વસ્તુ આપડી ડાબી તરફ થી આવતી હોઈ છે ત્યારે આ જુના રસ્તાઓ જાણ કરે છે અને આંખો જુએ એ પેહલા જ માથું ફેરવી નાખે છે.


                                                                       *      *     *
(Image source: www.surrealismnow)
(Image source: www.indiamart)
James Thurber જયારે છ વર્ષ નો હતો ત્યારે તેના ભાઈ એ તેની જમણી આંખ પર રમકડાનું તીર માર્યું હતું અને તેની જમણી આંખ ફૂટી ગઈ. ફક્ત એટલુજ નહિ પણ સમય જતા તે 35 વર્ષ નો થયો ત્યારે  તેણે તેની બીજી આંખ પણ ગુમાવી, છતાં પણ તે આંધળો નોતો તે બધું જોઈ શકતો પણ જે ખરેખર નથી તેવુજ કઈ કાલ્પનિક દ્રશ્ય તે પોતાના અંદાજ માં જોતો ( Hallucination –illusion of seeing and hearing  something not actually present)
આ બીમારી ને charles bonnet syndrome કહે છે


(Image source: Phantom in the brain)
તમારી જમણી આંખ બંધ કરી ને એકદમ નજીક થી ડાબી આંખ થી જમણી બાજુ ના કળા ટપકા ને જુઓ અને અને આગળ પાછળ થાઓ તો તમને ડાબી બાજુ ની કાળી લાઈન આખી દેખાશે, વચ્ચે નું ચોરસ નહિ દેખાય, બસ આવીજ રીતે કૈક James Thurber નું મગજ જયારે કઈ જુએ ત્યારે તે સામે વાળા ને સસલા કે પછી બીજી વ્યક્તિ તરીકે જોતો હશે.

                                                                *      *     *
(Image source: www.travelblog.org)
Josh નામ ની વ્યક્તિ ઘણી વાર સ્ત્રીઓ ના બાથરૂમ માં જતો રેય છે કેમકે તેને WOMEN  માંથી ડાબી બાજુ ના WO અક્ષરો દેખાતાજ નથી.
Larry કહે છે કે જયારે હું સવારમાં બુટ ની વાધરી બાંધવા નીચે જોઉં છું તો મને આખ્ખા floor પર બુટ જ બુટ દેખાય છે, મને એ નથી ખબર પડતી કે હવે આગળ શું થવાનું છે?
જયારે આપણે કોઈ વસ્તુ જોઈએ છીએ ત્યારે મગજ ની અંદર બહુ બધા સવાલો ઉત્પન્ન થાય છે જેવાકે આ શું છે? આ પ્રાણી છે? આનો કલર કેવો છે? શું તે જંગલી છે? etc.
(Image source: tags.edoctoronline)
મગજ માં રહેલું visual cortex એ એક લડાઈનો રૂમ (War room) હોઈ એવું કામ કરે છે, કેમ કે આંખ ખુલે એટલે લાખો માહિતી મગજ માં આંખો દ્વારા જતી હોઈ છે.

                                                                       *      *     *
(Image source: Phantom in the brain)
(Image source: marthalauren1992.wordpress)
Ellen જયારે સવારે નાસ્તો કરવા બેસે ત્યારે તે પ્લેટ માં ડાબી બાજુ ની વાનગી ઓ ખાતીજ નહતી કેમકે તેને તે મગજ થી દેખાતીજ ન હતી, તેવી જ રીતે તે ડાબી બાજુ ના વાળ ન ઓળવા, ડાબી બાજુ મેકઅપ ન કરવો કે પછી ડાબી બાજુ ના દાત પણ સાફ ન કરતી.
તેને એક આડી લાઈન ની વચે એક ઉભી લાઈન દોરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેને તે લાઈન ની વચ્ચે ન દોરતા સાઈડ માં લાઈન દોરી કારણ કે તેને પેલી આડી લાઈન આખી દેખાતીજ ન હતી.
તે ને જયારે ફૂલ દોરવાનું કહેવા માં આવ્યું ત્યારે તેને કૈક આવું દોર્યું જેમાં ડાબી બાજુ કંઈજ ન હતું.
(Image source: www.chess-game-strategies)
(Image source: www.superstock)
એક અરીસા ની સામે જયારે કોઈને પેન પકડી ને ઉભો રાખવામાં આવે છે અને ellen ને તે પેન અરીસા માંથી પકડવાનું કહેવામાં આવે છે ત્યારે તે ખરેખર પેન પકડવા જાય છે અને વીસ સેકેંડ સુધી તે પ્રયત્ન કરે છે  અને પછી કહે છે કે પેન તો કાચ ની પાછળ છે તેને એવું લાગે છે કે કાચ માં દેખાતું પ્રતિબિંબ એ ખરેખર સાચી વસ્તુજ છે. ડોક્ટર કહે છે કે મેં મારા પંદર વર્ષ ના અનુભવ માં આવું ક્યારેય જોયું નથી  !
Steve ને પણ એજ બીમારી હતી તે ડાબી બાજુ દાઢી કાપવાનું ભૂલી જતો અને શર્ટ ની ડાબી બાજુ ની બાય માં હાથ પણ ન નાખતો.
આવી વ્યક્તિ જયારે ચેસ રમત રમે છે ત્યારે તેને ડાબી બાજુ ની રમત દેખાતીજ નથી.
Man is made by his belief, as he believes, so he is
- Bhagvad gita, 500B.C.

                                                                       *      *     *

(Image source: www.freerepublic)
(Image source: www.grindd)
Mrs dodds ને એક હાથ નથી અને જયારે તેને તાળી પાડવા નું કેહવામાં આવે છે ત્યારે તે એક હાથે થી તાલી પડે છે અને જયારે તેને પૂછવા માં આવે છે કે તમે તાળી પાડો છે? તે કહે છે હા હું તાળી જ તો પાડી રહી છુ.
ડાબી બાજુ નું મગજ વધારે મહત્વનો ભાગ ભજવે છે જમણી બાજુ ના મગજ કરતા, તેના કામ ના વિભાગો ના હિસાબે.
ડાબી બાજુ ના  મગજને જયારે ખબર પડે છેકે દુશ્મનો એ હમલો કર્યો છે ત્યારે તે આશા પેદા કરશે કે બધું બરાબર થઇ જશે અને જમણી બાજુનુ મગજ એ દુશ્મનો નો સામનો કરવાનો નકશો તૈયાર કરશે, જમણી બાજુ નું મગજ નિર્ણયો લેવાનું કામ વધારે કરે છે.
(Image source: www.techpowerup)


                                                                       *      *     *
(image source: www.ucmas)
એક દીકરો બધાને જ ઓળખે છે મિત્રને, રૂમમેટને, ગર્લ ફ્રેન્ડ ને પણ પોતાના પિતા ને તે કહે છે કે તમે મારા પિતા જેવાજ દેખાવ છો પણ મારા પિતા તમે નથી, ડોક્ટરોએ આ વાત મગજ માંથી કેમ કરી ને કાઢવી તેના ઘણા પ્રયત્નો કર્યા અને અંતમાં તેમણે એક રમત રમી અને કહ્યું કે તું સાચુજ કેહતો હતો કે પેલો માણસ તારો પિતા ન હતો એટલે તેને અમે કાઢી મુક્યો, અને હુજ તારો સાચો પિતા છે. અને તે માની ગયો, તેના મગજ માંથી જૂની વાત દૂર થઇ ગઈ અને નવી વાત નો સંગ્રહ થઇ ગયો.

                                                                      *      *     *
(Image source: www.dreamstime)
Arthur ની બીમારી નું નામ capgras delusion હતું આપને જયારે કોઈ વ્યક્તિ ને મળીયે છીએ ત્યારે તે આપના મગજ ના સ્ટોર થઇ જાય છે અને ફરી થી જયારે તેને મળીયે ત્યારે આપને તેને ઓળખી જઈએ છીએ પણ Arthur ના કેસ માં એવું નથી થતું એ જયારે કોઈ JOY નામ ની વ્યક્તિ ને બીજી વાર મળે છે ત્યારે તેનું મગજ JOY -2 કરી તે વ્યક્તિ નો સંગ્રહ કરે છે, જયારે તેને અકસ્માત પહેલાનો ફોટો બતાવવામાં આવે છે ત્યારે તે કહે છે કે આતો મારા જેવો દેખાતો બીજો કોઈ Arthur છે, હું નથી
એક છોકરો ઘડિયાળ જોયા વગર જ સમય કહી દેય છે, રાત્રે ઊંધ માં પણ તે ક્યારેક તો કેટલા વાગ્યા છે તે બોલતો હોઈ છે.
(Image source: Phantom in the brain)
જયારે એક વ્યક્તિ વીસ ફૂટ દુર થી કોઈવસ્તુ નું માપ કેટલું છે તે બરાબર કહી શકે છે.
Nadia નામ નું બાળક પાંચ વર્ષ ની ઉમરે જે ચિત્ર દોરે છે તે Leonardo da Vinci ના દોરેલા ચિત્ર જેવું જ દેખાય છે.
God is  a comedian performing before an audience that is afraid to laugh
-Friedrich Nietzsche

                                                                       
                                                                   *      *     *
એક સ્ત્રી પ્રેગ્નન્ટ છે અને હોસ્પિટલ માં છે પણ આ તેનો ભ્રમ છે કારણ કે તેના પેટમાં બાળક જ નથી, જે રીતે અકસ્માત માં કોઈનો હાથ કપાઈ જાય છે પણ તેને એવું લાગે છે કે મારે તો હાથ છે . આ વાત કઈક આવીજ છે.
કઈ રીતે આંખ માંથી સંદેશો મગજ સુધી જઈ ને શરીર ના બીજા બધા ભાગો સુધી સેકેંડ કરતા પણ ઓછા સમય માં પોહચી જાય છે, આનો હજી સુધી કોઈ બરાબર જવાબ ડોકટરો ને નથી મળ્યો.
(Image source: www.dxpnet)
(Image source: www.aywi.org)
જયારે મગજ કોઈ બે બાબત માંથી એક નિર્ણય નથી લઇ શકતું ત્યારે તે confuse થઈ જાય છે અને ત્યારે તે Multiple Personality Disorder (MPD) થી પીડાય છે , એક કે બે MPD તો દર્દી માં ડોકટરો એ જોયા હશે પણ એક દર્દી માં તો જુદા જુદા ઓગણીસ MPD હતા. એટલે કે એક માણસ ની અંદર બીજા ઓગણીસ માણસો કઈ રીતે રાઈ શકે?
જયારે MPD દર્દી ઓળખવો હોઈ છે ત્યારે ડોક્ટર બે બીલ અલગ અલગ નામે મોકલે છે અને દર્દી બંને બીલ ભારે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ MPD ધરાવે છે.
                                                                      *      *     *

All modern philosophy consists of unlocking, exhuming and recanting what has been said befor.
-V.S.Ramachandran

(Image source: johnkuypers)
વિજ્ઞાન ની મદદ થી આજે આપણે કેટલાયે કુદરત ના રહસ્યો ને સમજવા માં સફળ થયા છીએ , પણ આપણે કઈ રીતે આ બ્રહ્માંડ માં જોડાયેલા છીએ એ હજુ એ એક વણઉકેલાયું રહ્સ્ય જ છે, આપણું આ કુદરત માં હોવું એ એક ઈતિહાસ નો અકસ્માત જ છે.
જવાબો મળે કે ન મળે પણ સવાલો ઉભા કરતા રહીએ, એ જ આપણો આ કુદરત પર અસ્તિત્વ હોવા નો પુરાવો છે.
In any field, find the strangest thing and then explore it – John Archibald wheeler
એ એક કુદરતી માણસ નો સ્વભાવ કે ઈચ્છા છે કે તે બીજા સાથે પોતાના વિચારો વહેચવા માંગે છે, માટેજ એ દીવાની જ્યોત ને આ નવા લેખકો એ સળગતી રહી છે.

No comments:

Post a Comment