Wednesday, July 20, 2011

ગુચવાળો

આ દુનિયા એક chaos થી ભરેલી છે, જ્યાં જુઓ ત્યાં ગુચવાળો જ ગુચવાળો છે. આ આવું છે અને આ તેવું છે અને આ આવું કેમ છે અને આ તો આવું જ હોવું જોઈએ અને મને તો આમાંથી શું મળે અને મને તો કશું મળ્યું જ નહિ અને મારે હવે કઈ રીતે જીવન જીવવું જોઈએ અને મારા અહિયાં રેહવાથી કોને ફરક પડશે અને મારો જન્મ કેમ આ દુનિયા માં થયો અને હું કેમ આવો છું અને મારે કેવું થવું જોઈએ અને શું હું  ખરાબ માણસ છું અને હું જે કરી રહયો છું તે સાચું છે કે ખોટું અને આ બધું શુંચાલી રહ્યું છે મારી આજુબાજુ ???? આ છે એક ગુચવાળો જેમાં થી નીકળતા નીકળતા જીવન પૂરું થઇ જાય છે અને ખબરજ નથી પડતી કે સમય ક્યાં જતો રહ્યો. માણસ  આ પૃથ્વી પર કઈ રીતે આવ્યો તે પણ એક મોટો ગુચવાળો જ  છે, માણસ તો આવ્યોં પછી તેની પાછળ પાછળ માણસ ની જરૂરિયાતો આવી અને એ જરૂરિયાતો ને માણસ પૂરી કરવા માટે વિચારતો થયો માણસ અને આજે એ વિચારો માજ નવો પેદા થતો માણસ જ અટવાઈ ગયો છે, અસ્તિત્વ ટકાવવા માટે ની આ દોડ માં પોતેજ ભૂલી ગયો છે કે પોતાને શું જોઈએ છે ? બસ નિશાળ પતાવી નથી કે કોલેજ ચાલુ થઇ ગઈ અને કોલેજ પતી નથી કે જોબ ચાલુ થઇ ગઈ અને પછી લગ્ન, સંબંધો, છોકરાઓ, છોકરાઓ ની નિશાળ----------- આ એક chain છે, જે જન્મ અને મૃત્યુ ને પકડી રાખે છે, આ એક માર્ગ છે કે જેના પર ચાલી ને તમે પુલ ની પેલી પાર જઇ શકો છો....તો પછી જે લોકો આ chain નો હિસ્સો નહિ બનીને એમાં થી છુટવા નો પ્રયત્ન કરે છે એ અધવચ્ચે જ પોતા નું જીવન ટુકાવી દે છે એવું પણ બને અને જે ખરેખર આ chain પર અભ્યાસ કરી ને કે તેને સમજી ને કૈક નવોજ માર્ગ કે પછી નવીજ દિશા નું સવ્પ્ન જુએ તો એમાંથી કંઈક અદભૂત જ રચના બને અને રચના કંઈક એવી બને કે લોકો ને વિચારવા પર મજબુર કરી દે કે આવું તે કઈ હોતા હશે, આતે વળી કઈ રીતે સંભવ છે.

પણ આ ગુચવાળા માંથી બહાર આવવું એ ધણું કઠીન કામ છે કેમકે તમે એજ કરો છો જે ચાલતું આવે છે અને તમારી આજુબાજુ થઇ રહ્યું છે અને બહુ તો થોડું આમતેમ કરી ને જરાક અલગ પણ એકદમ અલગ તો નહિ જ....શુ લોકો એ જે ભૂલો કરી છે એ આપણે પણ પાછી એજ ભૂલો કરવાની છે કે પછી કંઈક નવીજ ભૂલો કરવાની છે જે આપડી પછી ના લોકો પણ એ ભૂલો ને સુધારે અને કંઈક નવીજ ભૂલો કરે------ છેને ફરી થી એક chain ...મારો કેહ્વાનો મતલબ એવો નથી કે જે પહેલા થયેલું એ બધું ખોટું હતું પણ જે પણ
છે તેને સમજી ને એનો સ્વીકાર કરવો, પછી ભલે ને એનું એજ કરીએ, એમાં જે મજા આવે ને તે વગર સમજ્યા માં નહિ આવે.
(Image source: Unbelievable mind by Neema on April 27, 2009)
એક મીનીટ માં જે આપડી સાથે થાય છે, તે એક મીનીટ માં આ આખા વિશ્વવ માં બધા લોકો સાથે પણ અલગ અલગ ઘટનાઓ થાય છે જેમકે હું હમણાં વાંચી રહ્યો છે પણ એજ સમય માં કશે કોઈ નું અકસ્માત થાય છે, કોઈ ચા પીએ છે, કોઈ આત્મધાત કરે છે, કોઈ જન્મ આપે છે, કોઈ હવા માં વિમાન માં પેહલીવાર મુસાફરી કરી રહ્યું છે, કોઈ ની ગાડી છુટી ગઈ છે તો કોઈ વરસાદ માં પલ્લી રહ્યું છે તો કોઈ મૃત્યુ ના છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે તો કોઈ મરી ગયું છે તો કોઈ મરી ને ફરી થી આ દુનિયા માં પાછુ પણ આવી ગયું છે અને આ chain પાછી ચાલુ થઇ જાયે છે. ટુંકમાં આ એક ગુચવાળો છે જે સતત ચાલ્યાજ કરે છે અને આ ગુચવાળા માં તમે કઈ રીતે તમારી પોતાની જગ્યા બનાવો છો તે મહત્વનું છે મતલબ એ કે આ ગુચવાળા ની સાથે સાથે તમારા પોતાના માટે પણ થોડો સમય ફાળવો જોઈએકે જે ખરેખર આ ગુચવાળા થી દુર હોઈ ને કંઈક નવી જ દુનિયા ની જેમાં શોધ હોઈ...........

Friday, April 15, 2011

ભૂતકાળ ના અનુભવો


આ દુનિયા માં ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે. દિવસે અને દિવસે કૈક ને કૈક નવા અનુભવો થયાજ કરે છે. અને એ અનુભવો ને જો ધ્યાનથી વિચારવામાં આવે તો એ ખરેખર કૈક શીખવાડી જાય છે. ભલે ને પછી એ અનુભવો ખરાબ હોઈ કે સારા. આ ખરાબ અને સારા એ બે વચ્ચે નો, કે પછી એ બંને શબ્દો બનાવનાર કોણ ...આપડે જ ને. ખરાબ એટલે શું ? અને સારું એટલે શું ?.... સારું એટલે કે કોઈ ના દ્વારા  કોઈના માટે જો કોઈ પગલું લેવાય અને જો એ પગલું ફાયદાકારક નીકળે સામેવાળા ને માટે તો એ સારું કેહવાય... એવું લોકો સમજે છે.. અને ખરાબ એટલે કોઈના દ્વારા કોઈના માટે જો કોઈ પગલું લેવાય અને જો એ પગલું સામેવાળા ને તકલીફ પોહ્ચાડે તો એ ખરાબ કહેવાય... પણ મારું એવું કહેવું છે કે જો કોઈ માણસ પોતાનું સારું કરવા માટે બીજાનું જો ખરાબ થાય એવી ભાવના રાખે તો એ માણસ નું સારું નહિ થાય, પણ ખરેખર જો આ બાબત પર વિચારવામાં આવે તો એક નવીજ વાત બહાર આવે છે. કે એ માણસ જો પોતાનું સારું ઈચ્છતો હોઈ તો એમાં ખોટું શું છે ? દરેક માણસ ને આ દુનિયા માં પોતાની રીતે જીવવાનો અધિકાર છે અને એ માણસ માણસ પર છે કે એને કઈ રીતે જીવવું છે.

આપણે જયારે પણ કોઈ વ્યક્તિ ને જોઈએ છીએ કે પછી એની સાથે કામ કરીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે આ તો આવો છે અને આતો તેવો છે અને સમય જતા જો એ સારો હશે તો એની સાથે આપણે સંબંધ રાખીશું નહિ તર તોડી નાખીશું કે પછી એની સાથે વાતો બંધ કરી દઈશું. શું ખરેખર આ બરાબર કેહવાય કે નહિ..અને હા એ જે ખરાબ છે એની સાથે આપણે સંબંધ તોડી નાખીએ છીએ પણ એ ખરાબ બીજા કોઈ સાથે તો સંબંધ બાંધશે જ ત્યારે એ જેની સાથે વ્યવહાર રાખશે એની નજર માતો એ સારો જ કેહવાશેને..તો પછી માણસ સારો છે કે ખરાબ એ કેહવું થોડું અજીબ નથી લાગતું, માણસ તો માણસ જ છે સારું કે ખરાબ તો આપણા મગજ માંથી નીકળે છે અને એ આપણા ભૂતકાળ ના અનુભવો પરથી નક્કી થાય છે .હજી હમણાં જ તો આપણે વાત કરી કે આ દુનિયા માં માણસ ને જેવો છે અને જેવી રીતે જીવવું છે એ હક છે બરાબર તો પછી આપણે લોકો જેવા છે એને એવા ને એવાજ આપણે સ્વીકારવા જોઈએ, નહિ કે આ તો આવો છે અને આને તો કઈ નથી ખબર પડતી.. દરેક માણસ માં કઈક ને કઈક ખૂબી તો જરૂર હોઈજ છે અને આપણે એમની એ ખૂબી કે આવડત ને ઓળખવા ની છે અને જીવન જીવવાનું છે..

આ જીવન સારા અને ખરાબ એમ બન્નેં વસ્તુઓ નું અજીબ મિશ્રણ છે. જો બધાજ લોકો સારા હશે અને ખરાબ કોઈજ નહિ હોઈ તો સારા લોકો ની વ્યખ્યાજ નહિ બનતે ને. અને બધાજ ખરાબ હોતે તો એ ખરાબ લોકો પણ પોતા ને સારાજ માનતે ને કેમકે સારા લોકો હોતેજ નહિ એ કેહવા માટે કે તમે ખરાબ છો અને અમે સારા છીએ.

અનુભવ ની માયાજાળ છે આતો બધી, તમે જીવન ને જેટલું સમજો એટલું ઓછુ છે અને એક સવાલ નો જવાબ મળી રે ત્યાતો બીજો સવાલ તૈયારજ હોઈ છે અને અમુક સવાલ તો એટલા મોટા હોઈ છે કે આખી જીંદગી જ નીકળી જાય છે પણ જવાબ તો મળતો જ  નથી.


Monday, April 11, 2011

પાણી પૂરી અને મારા સંબંધો



હું ઘણા દિવસો થી એક ટોપીક ની શોધ માં હતો અને આજે મને એ ટોપીક મળી ગયોછે, કારણ કે એ
દિવસ ની રાત ના લીધેજ હું જે લખી રહ્યો છુ એ સંભવ છે. તો આ લેખ એ પાણીપુરી નેનામ.

દોસ્તો પાણીપુરી સાથે નો મારો સંબંધ કંઈક એવો છે કે એ મને ખુબજ પસંદ હતી પણકંઈક કારણો સર
મારી અને એની દુશ્મની જેવી થઇ ગઈ હતી. કંઈક કારણો ન હતા ફક્ત એક જ કારણહતું એ કારણ
એટલે મારું પોતાનું પેટ અને મેં એની સાથે ની દોસ્તી ને તોડી નાખી. ફક્ત આ કારણમાટે...!!!
અને ઘણા વરસો પછી ગઈકાલે જયારે મારો અને પાણીપુરી નો સંપર્ક થયો ત્યારે મનેખબર પડી કે મેં
શું ગુમાવ્યું હતું આટલા વરસો સુધી.
ખબર નહિ કે છેલ્લા ત્રણ દિવસથી રેહવાતું જ નથી મારાથી અને મને એનો જ ખ્યાલઆવ્યા કરે છે.
અને જયારે પણ વિચારું છે એના વિશે, મારી આંખો બંધ થઇ જાયે છે, અને જીભ માંથીપાણી નીકળી ને
એ પાણી ખરેખર જાણે કોઈ નદી ને મળવા માટે આતુર થતું હોઈ એવી ઈચ્છાઓઅનુભવું છુ.

એ દિવસ ની રાત્રે જયારે મેં  એમને કહ્યું કે જરાક પાણી પૂરી બનાવો ખાઈ નાખીએપણ એ પાણીપુરી
આપવાનો જે સમય હોઈ છે એ ઇન્તઝાર કે જલ્દી આપો, જલ્દીઆપો હવે રહેવાતું નથી. એ એક એક ક્ષણ 
ઘણી દુખ દાયક હતી. એનું કારણ ઇન્તેઝારન હતો પણ ખરેખર તો થોડા ક્ષણો પછી એ પાણીપુરી જે મારી 
હતી એ મારા અંદરજતી રહેશે, એ મારા અંદર હોવા છતાં પણ એ મારી નથી રહેવાની  એ વાત નું દુખ હતું. 
અને ઇન્તેઝાર ખતમ થયો અને કોઈના હાથો માં જે હતી અને ઉપરના ભાગમાંથીઅંગુઠા વડે કાણું  પડેલ
, કાંદા, બટાકા, રગડો(રગડો એટલે કઈ દઉં કે ગરમ ગરમચૂલ્હા પર ઉકળતી પ્લેટ માં રહેલ વટાણા  અને 
મસાલાઓ થી બનેલો અર્ધ પ્રવાહીએવો પીળા કલર નું મિશ્રણ કે જે પાણીપુરીને એમ કેહવાય કે જીવ આપતો
 હોય) ગળીચટણી અને તીખી ચટણી થી ભરપુર અને બે અર્ધ ગોળને ભેગા કરી ને બનાવેલ હોઈએવી 
દેખાતી કડ્કડી અને ચટાકેદાર પાણીપુરી જયારે મારી પ્લેટમાં ધબબ્બ્બ્બ....દઈને જયારે પડી ત્યારે એના 
નાના નાના છીદ્રો માંથી પાણી વહી જઈ ને મારી પ્લેટ માંપડવા લાગ્યું અને પાણી ને રોકી શકાય એ શક્ય
  તો હતો જ નહિ પણ એક શક્યતાહતી એ પાણી રોકવાની કે બને એટલું જલ્દી થી જો એને ઉઠાવી લઈને 
એને જ્યાં જવુંછે ત્યાજ જો પહોચાડવામાં આવે તો એ પાણી ને વધુ વહી જતું અટકાવવું શક્ય હતું.અને આ
 બાબત માં તે વળી આળસ શાની અને વાટ કોની જોવાની મેં મારા આ હાથોથી જ એને ઉઠાવી અને હજી પણ
 પાણી ના ટીપાઓ તો પાણીપૂરી માંથી નીકળીનેપ્લેટ માં પડતા જ હતા અને તે પાણી ના ટીપા પ્લેટ માના 
પાણી સાથે પટકાઈ નેબીજા પાંચ ટીપાંઓ  બનીને પ્લેટની બહાર પડતા હતા, અને આ ટીપાઓ નો
 સંપર્કજયારે પ્લેટ સાથે દૂર થી જે હતો એ પણ ગયો ત્યારે તે ટીપાઓ મારા કપડા પર ના પડેએટલા માટે હું 
મારા આખા શરીર ને પાછળ ધકેલીને ફક્ત મારા શરીરના ગળાઉપરના ભાગને જ આગળ કરી ને કઈ રીતે 
આ લક્ષ્ય પૂરું કરવું એની મથામણ માં હતો.

અને આખરે પાણીપુરીનો અને મારા મોનો સંપર્ક થયો.......સંપર્ક થતાની સાથેજ જે અવાજ
થયો કડકડ....અને પૂરી માનું સંપૂર્ણ પાણી ગાળા માં થઇ ને પેટ માં જતું હોઈ અને જાણેકે ઝરણું વહેતું
હોઈ  તેવું મહેસુસ થયું...અને આ બધું થતું હતું ત્યારે આંખોતો બંધ જ હતી અને જાણેમને ખરેખર
જન્ન્ત મળી ગઈ હોઈ કે જો જન્ન્ત કશે હોઈ તો એ આ જ છે એવું થઇ ઉઠયું મારા મનપર.


પાણીપુરી માનું પાણી તો પેટ માં જતું જ રહયું હતું પણ જે પુરીના અને એના મસાલાના જે થોડા ઘણા
અવશેષો જે બાકી બચયા હતા તે પણ ખબર નથી કે કોઈ શબ્દ નથી મળતા કે શું કહુંએવો અનુભવ
કરાવતા હતા. આ આખી procces માં શ્વાસ લેવાનો તો કોઈ મોકોજ મળીયો ન હતો..જેવી આ
પાણીપુરી અંદર ગઈ અને બીજું કઈ પણ વિચારું એ પેલા તો બીજો કોઈ હાથ આવીનેમારી પ્લેટ માં
ધબબબ્બ...દઈને બીજી પાણીપુરી મૂકી દેતો  ....આહ ...આહ. કે એટલી નિરાંત થતીહતી મારા
મગજને કે આ સમય ને હું અટકાવી દઉં થોડી ક્ષણો માટે અને ભરપુર લ્હાવો ઉઠાવીલઉં.

પણ બધુજ આ જીંદગી માં મળતું નથીને અને જે છે જેટલું છે એટલામાં સંતોષમાનવોજ પડે છે. અને માનવો 
પણ જોઈએ એમાં કઈ ખોટું નથી, આતો એક જીવન નોભાગ છે.

તમને ખબર છે ? કે આ પાણીપુરી ની શોધ ક્યાંથી થઇ અને કોણે કરી, તો હું તમને કહુંકે પહેલા ના જમાનામાં 
એટલેકે રાજાઓના સમય માં એક વખત એવો આવ્યો હતોકે આખું પ્રજાતંત્ર પેટ ની બીમારીથી પીડાતું હતું, 
પાચન વ્યવસ્થિત થતું ન હતું અનેરાજા અને પ્રજા બને ખુબજ ચિંતિત હતા આ બાબત વિશે. અને છેવટે રાજા 
ને એવોવિચાર આવ્યોકે આપને કંઈપણ કરી ને આ બીમારીનો નિકાલ લાવવોજ પડશે એટલેએમણે મરી
 મસાલા અને ફુદીના યુક્ત પાણી દવાની જેમ પીવડાવવાની જાહેરાત કરીઅને પછી એમને આ બાબત માં 
ફરક દેખાતો જણાયો. અને ધીરેધીરે એમાં ફેરફારથતાથતા એ પાણી ને પુરી માં ભરી ને આજની તારીખ માં 
પણ લોકો ને પીરસાઈ છે. છેકે નહિ એક સારી એવી વાર્તા આ પાણીપુરી પાછળ. 

એ પાણીપુરી વાળા જેમણે મારો જુનો પ્યાર મને પાછો અપાવ્યો એ કઈ ફક્તપાણીપુરી વાળા એક આમ
 માણસ નથી એમણે B .Ed . પછી M .Ed . નીડીગ્રી મેળવી ને પણ આ ધંધા માં જંપલાવ્યું છે અને હા એ પણ
 છે કે તેઓ એમના બાપદાદાઓ થી ચાલતો આવતો આ બિજનેસ ને એક સારી એવી પંખો આપવા માંગે છે.

ફક્ત પૈસા કમાવવા એ એમનો હેતુ નથી પણ ગ્રાહકો ને મિત્ર કઈરીતે બનાવવા એસૌથી અગત્યની બાબત છે
 જે આપણે શીખવા જેવી છે.

મને ખબર છે કે જયારે હું પાણીપુરી ખાતા મારા દોસ્તોની સાથે ઉભો રહેતો, જયારે
મારી દુશ્મની હતી એની સાથે, ત્યારે ફક્ત મારો ને  પાણીપુરીનો  આંખોથી જ સંબંધ હતો.
પાઈનેપલ, ફુદીના, મસાલા, લીંબુ, જલજીરા, ચીકુ અને કેટ કેટલાયએવા અલગ અલગ
સ્વાદોમાં પાણીપુરી મારી આંખોની સામે પીરસાતી હતી.પણ હવે બધી બાબતોનો અંત આવી ગયો છે.
 મેં મારા બધાજ બંધનો ને તોડી નાખીને એક એવી મજાની દુનિયા માં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો
 અને તેથીજ આજે હું આ મારો રસાળ અનુભવ તમારી સમક્ષ રજુ કરવામાંસફળ થયો છુ.